સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત કરતો એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેને લઈને યુનિવર્સિટીના મુખ્ય ગેટ ઉપર 108 એમ્બ્યુલન્સ સાથે બાઈક અકસ્માત થીમ ઉભી કરવામાં આવી હતી. તેમજ યુનિવર્સિટીમાં જે પ્રોફેસર, વિદ્યાર્થી અને કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર બાઇક પર આવ્યા હતા.
કુલપતિ દ્વારા હેલ્મેટ પહેરવાનો આગ્રહ: યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા અને સિક્યુરિટી ઇન્ચાર્જે હાથ જોડીને લોકોને હેલ્મેટ પહેરવાનો આગ્રહ કર્યો હતો અને તેમને સમજાવ્યું કે, તમારા ઘરે તમારો પરિવાર રાહ જોઇ રહ્યો છે. બાઇક ચાલક અને બાઇક પાછળ બેઠેલા વ્યક્તિને પણ ફરજિયાતપણે હવે હેલ્મેટ પહેરવાનો આગ્રહ કર્યો હતો.
ટુ-વ્હિલર અંગે ફરજિયાત પરિપત્ર: યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે, શનિવારે ગુજરાત સરકારના પોલીસ વિભાગે આદેશ આપ્યો હતો કે, નર્મદ યુનિવર્સિટીમાં ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરતો એક પરિપત્ર પ્રસિદ્ધ કર્યો હતો. જો કે, હેલ્મેટ પહેરનારા સામે કેમ્પસ પ્રવેશ દરમિયાન કોઇ કાર્યવાહી કરવા અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
વાહનચાલકની નંબર પ્લેટ RTOએ મોકલાશે: યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું કે, હું અને સિક્યુરિટી સ્ટાફની ટીમે યુનિવર્સિટીમાં આવનારા વિદ્યાર્થીઓ, પ્રોફેસર અને સંચાલકોને હેલ્મેટ પહેરવા આગ્રહ કર્યો હતો. આ ઉપરાંત અમારી યુનિવર્સિટી કેમ્પસમાં 6000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમજ 1000થી વધુ પ્રોફેસર કર્મચારીઓ કાર્યરત છે. તે સાથે હવે દરરોજ આ કાર્ય થાય તે માટે મોનિટરિંગ કરવામાં આવશે. અહીંના સિક્યુરિટી દ્વારા હેલ્મેટ પહેરવા આગ્રહ કરવામાં આવશે અને હેલ્મેટ નહી પહેરનારા વાહનચાલકનો રજિસ્ટર નંબર પ્લેટ આરટીઓને મોકલવામાં આવશે.
આ પણ વાંચો: