ETV Bharat / state

સુરત: પોલિએસ્ટર કંપનીમાં ભીષણ આગ, 10 કલાક બાદ ફાયર બ્રિગેડની મહેનત રંગ લાવી - SURAT NEWS

માંડવીમાં પોલિએસ્ટર કંપનીમાં ભીષણ આગ લાગી જતા, લાખોનું નુકસાન થયું હોવાની સંભાવના છે.

સુરતના માંડવીમાં પોલિએસ્ટર કંપનીમાં ભીષણ આગ
સુરતના માંડવીમાં પોલિએસ્ટર કંપનીમાં ભીષણ આગ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 23, 2025, 8:47 AM IST

સુરત: જિલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામમાં આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. અહીં આવેલી ઓરીલન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. પોલિએસ્ટર ધાગાનું ઉત્પાદન કરતી આ કંપનીમાં અચાનક લાગેલી આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ સુમિલોન અને માંડવી પાલિકાની ફાયર, કામરેજ ફાયર અને સુરત શહેર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ફાયર બ્રિગેડની ટીમે લગભગ 10 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. આગને કારણે કંપનીને મોટું આર્થિક નુકસાન થયું છે, જોકે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સુરતના માંડવીમાં પોલિએસ્ટર કંપનીમાં ભીષણ આગ (Etv Bharat Gujarat)

સુમિલોન ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ભાવેશ ગામીત એ જણાવ્યું હતું કે, એક ખાનગી કંપનીમાં આગ લાગી હોવાની જાણ થતાં જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. કામરેજ, સુરત અને માંડવી ફાયર વિભાગની ટીમો પણ સ્થળ પર દોડી આવી હતી. 10 કલાક બાદ આગ પર કાબુ આવ્યો હતો. કોઈ જાનહાનિ મોટી થઈ નથી, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો:

  1. પોલીસ ભરતી પરીક્ષા દરમિયાન બની દુઃખદ ઘટના, 36 વર્ષીય ઉમેદવારનું મોત
  2. સેન્ટ્રલ બેંકમાં નોકરીની સુવર્ણ તક, જાણો એક ક્લિક ભરતીની સંપૂર્ણ માહિતી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.