ETV Bharat / state

ડાકોરમાં પરિણીતાને બ્લેકમેલ કરી દુષ્કર્મ ગુજારવાની ઘટના,પોલીસે આરોપીને ઝડપ્યો - KHEDA RAPE CASE

ડાકોરમાં કુદરતી હાજતે ગયેલી મહિલાની તસવીર પાડીને શખ્સે બ્લેકમેઈલ કરીને દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ.

દુષ્કર્મના આરોપીની તસવીર (વચ્ચે)
દુષ્કર્મના આરોપીની તસવીર (વચ્ચે) (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 26, 2024, 10:42 PM IST

ખેડા: ડાકોરમાં પરિણીતાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવાની ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. કુદરતી હાજતે ગયેલી પરિણીતાનો આરોપીએ ફોટો પાડીને તેને બ્લેકમેલ કરતો હતો. આ બાદ ફોટો વાયરલ કરી દેવાની તેમજ પરિણીતાના બાળકો અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપીને ડાકોર અને બારડોલીમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. ભોગ બનનાર પરિણીતાની ફરિયાદને આધારે ડાકોર પોલિસ દ્વારા ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પરિણીતાને બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચર્યું (ETV Bharat Gujarat)

9 મહિલાથી પરિણીતાને બ્લેકમેલ કરતો આરોપ
આરોપી છેલ્લા 9 માસથી પરિણીતાને બ્લેકમેલ કરતો હતો. પરિણીતાને ધમકી આપીને ડાકોરના તેમજ બારડોલીના ગેસ્ટ હાઉસ અને જાહેર જગ્યામાં દુષ્કર્મ આચર્યુ હતું. જે બાબતે ભોગ બનનાર પરિણીતા દ્વારા ડાકોર પોલિસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવાઈ હતી. ડાકોર પોલીસે આરોપી જલાલુદિન ઉર્ફે ગોટુ નસરૂદ્દીન પઠાણ વિરુદ્ધ બીએનએસ કલમ 64(2) અને 115(2),351(2) મુજબ ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો છે.

આ બાબતે DySP બી.આર. વાજપેયીએ જણાવ્યું હતું કે, ગુનાની વિગતમાં ડાકોરના એક બત્રીસ વર્ષીય બહેન કે જેઓ ડાકોર બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક વ્યવસાય કરતા હતા. એમના સામે એક દુકાન ચલાવનાર જલાલુદ્દીન ઉર્ફે ગુરૂ ઉર્ફે ગોટુ નસરૂદ્દીન પઠાણ નામનો શખ્સ છે. તેણે આ બહેન જ્યારે કુદરતી હાજતે ગયા હતા ત્યારે તેમનો ફોટો પાડી તેમને ધમકી આપી જણાવ્યું કે, જો મારી સાથે સંબંધ નહીં રાખો તો હું તમારો આ ફોટો વાયરલ કરી દઈશ. આ બાદ તે મહિલાને ડાકોર ખાતે આવેલા એક ગેસ્ટ હાઉસમાં અને મહિલા તેમના પિયર બારડોલી ગયા ત્યારે ત્યાં પણ તેમને બ્લેકમેલ કરીને પોતાની સાથે સંબંધ રાખવા ફરજ પાડી હતી. આ બાબતે ફરિયાદી મહિલાએ ડાકોર પોલિસ સ્ટેશને ગુનો નોંધાવતા ગુનો નોંધીને આરોપીની અટકાયત કરેલી છે.

આ પણ વાંચો:

  1. પારડી દુષ્કર્મ હત્યા કેસના સિરિયલ કિલરે પોલીસને કહ્યું- 'સવારે જ એકનો રેપ કરી ગળુ દબાવી હત્યા કરી'
  2. હવે પરીક્ષામાં ચોરી કરી તો ગયા સમજો! VNSGUમાં પરીક્ષામાં ગેરરીતિ રોકવા લેવાયો મોટો નિર્ણય

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.