ઝારખંડમાં પરિણામો બાદ ભરૂચમાં કોંગ્રેસનો વિજયોત્સવ - ઝારખંડ વિધાનસભાની ચુંટણી
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ ઝારખંડ વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોનો દબદબો રહેતા, ભરૂચ જીલ્લા કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. ઝારખંડ વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ અને સહયોગી દળ ઝારખંડ મુક્તિ મોરચાનો દબદબો રહ્યો હતો અને મહાગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી છે. ત્યારે કોન્ગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.