નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે ભરૂચમાં વહીવટી તંત્ર એલર્ટ - દહેજ બંદર
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે ભરૂચમાં વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે અને દહેજ બંદરે 2 નંબરનું સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે. તો દરિયા કાંઠાનાં 40થી વધુ ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા નિસર્ગ વાવાઝોડાની આગાહી વચ્ચે ભરૂચ વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયું છે. ભરૂચ જિલ્લો લાંબો દરિયા કિનારો ધરાવે છે. ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર, વાગરા અને હાંસોટ તાલુકાના દરિયા કિનારે આવેલા 40થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ભરૂચમાં NDRF અને SDRFની એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે. દહેજ બંદર ખાતે પણ 2 નંબરનું સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે ભરૂચમાં વાવાઝોડાની નહીવત અસર થનારી હોવા છતાં પણ તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના પગલા ભરવામાં આવી રહ્યા છે.