ભાજપે દાહોદમાં 'ગાંધી સંકલ્પ યાત્રા' યોજી - Dahod Bharatiya Janata Party latest news
🎬 Watch Now: Feature Video
દાહોદ: ભાજપ દ્વારા દરેક તાલુકાઓમાં તેમજ ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવતું હતું. ગાંધી સંકલ્પ યાત્રાની ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત ત્રિવેણી સંકુલ અનાજ મહાજન ગ્રાઉન્ડ ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી. તેમજ વિવિધ રાજમાર્ગો પર સંસદની આગેવાનીમાં ગાંધી સંકલ્પ યાત્રા ફરી હતી. આ યાત્રાનું પ્રસ્થાન બસ સ્ટેશન રોડથી સાંઈ પેટ્રોલ પંપની પાછળ આવેલ ભાજપ કાર્યાલાયની જગ્યાએ સંકલ્પ યાત્રા પૂરી થઈ હતી. ભારતીય જનતા પાર્ટીના નવીન જિલ્લા કાર્યાલયનું ભૂમિ પુજન તથા કાર્યકર્તા સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમ પણ યોજાયો હતો. આ સંકલ્પ યાત્રામાં ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જાડાયા હતા.
Last Updated : Nov 15, 2019, 10:39 AM IST