શામળાજી મંદિરમાં ભાદરવી પુનમની ઉજવણી કરાઇ - ભગવાન ગદાધર શામળિયા
🎬 Watch Now: Feature Video
શામળાજીઃ અરવલ્લીની ગિરિમાળાઓની ગોદમાં બિરાજમાન સુપ્રસિદ્ધ શામળાજી મંદિર ખાતે બુધવારના રોજ ભાદરવી પૂનમના દિવસે મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન કરવા ઉમટ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માર્ગદર્શન અમલ સાથે દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. અરવલ્લીના સુપ્રસિદ્ધ શામળાજી મંદિર ખાતે ભાદરવી પૂનમનો અનેરો મહિમા છે. જેને લઇ શ્રદ્વાળુઓ દર્શન કરવા ઉમટ્યા હતા. જો કે, કોરોનાના પગલે દર વર્ષ કરતા આ વખતે દર્શનાર્થીઓની પાંખી હજારી જોવા મળી હતી. ભગવાન ગદાધર શામળિયાને વિશેષ વાઘા અને સુવર્ણ સોળે શણગારથી સજ્જ કરવામાં આવ્યા હતા. કોરોના વાઈરસને ધ્યાને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની ગાઈડલાઈનના અમલ સાથે દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.