ક્યાંક રોદ્ર સ્વરૂપે, તો ક્યાંક સૌમ્ય સ્વરૂપે વહેતી કોલક નદીનો રમણીય નજારો - Valsad
🎬 Watch Now: Feature Video

વલસાડઃ કપરાડા તાલુકાના ગોલવેરા ડુંગરથી નીકળીને અરબ સાગરને મળતી નદી હાલ વરસાદને પગલે બંને કાંઠે વહી રહી છે. અનેક ડુંગરાળ વિસ્તારમાંથી પસાર થઈને નીકળતી આ નદી કપરાડા તાલુકામાં ક્યાંક રોદ્ર સ્વરૂપે તો ક્યાંક સૌમ્ય સ્વરૂપે જોવા મળી રહી છે. જેને લઈને પ્રકૃતિનો રમણીય નજારો પણ લોકો માણી રહ્યા છે. ખાસ કરીને કપરાડાના ગામે પાંડવકુંડ નજીક એક જ સામાન્ય નાનકડા માર્ગમાંથી વહેતી નદી રોદ્ર સ્વરૂપે નજરે પડે છે.