મોરબી: હળવદના ટીકર રોડ પર હનુમાનજી મંદિરના મહંતને માર મારી લૂંટ - હળવદ શ્રી મકારી હનુમાનજી મંદિર
🎬 Watch Now: Feature Video
મોરબી: હળવદના ટીકર રોડ પર શ્રી મકારી હનુમાનજી મંદિરમાં મહંત દયાલગીરીજી મહારાજ ભગવાનની સેવા પૂજા, અખંડ ધુણો ધખાવી અને આશરે 300 જેટલા શ્વાનોને દૂધ અને ચોખા રાંધી અને જમાડી નિ:સ્વાર્થ સેવા યજ્ઞ વર્ષોથી ચલાવી રહ્યા છે. મોડી રાત્રે 2 થી 3 વાગ્યાના સુમારે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ બાપુને લાકડી દ્વારા માર મારી અને રોકડા રૂપિયા 30 હજાર સહિતની લૂંટ ચલાવી હતી. આ બનાવની જાણ થતા હળવદ પોલીસ પી.એસ.આઈ પી.જી.પનારા અને બીટ જમાદાર પ્રવીણભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બાપુની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.