યાત્રાધામ ડાકોરમાં મંદિરના પ્રાંગણમાં આખલાઓનું યુદ્ધ, જુઓ વીડિયો... - પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર
🎬 Watch Now: Feature Video
ખેડાઃ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બુધવારે બપોર બાદ રણછોડરાયજી મંદિરના મુખ્ય દ્વાર સામે બે આખલાઓ બાખડ્યા હતા. જેમાં મંદિર આસપાસની બજારમાં દોડધામ મચી હતી. વેપારીઓ સહિત લોકોના જીવ પડીકે બંધાયા હતા. અડધા કલાક સુધી લગાતાર બંને આખલાઓએ એકબીજા ઉપર વાર કર્યા હતા. બંને આખલાઓને છુટા પાડવાની પણ અનેક કોશિશ કરવામાં આવી હતી. જો કે, બે આખલાની લડાઈને કારણે બે બાઈકોને ભારે નુકસાન પહોંચ્યું હતું. આખલાઓની લડાઈમાં સદ્દભાગ્યે કોઇને ઈજા પહોંચી નહોતી. યાત્રાધામ ડાકોરમાં નગરપાલિકાની નિષ્કાળજીને પગલે ઢોર રખડતા જોવા મળે છે. જે ધમાસાણ મચાવી વારમવાર રાહદારીઓ તેમજ યાત્રીઓ અને વાહનચાલકોને ઈજાઓ પહોંચાડતા હોય છે. યાત્રાધામમાં આખલાઓની લડાઈ પણ સામાન્ય બની છે. ત્યારે નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે તો અનેક લોકોને ઈજાઓથી બચાવી શકાય તેમ છે.