ગઢડામા BAPS સંસ્થા દ્વારા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી - Botad leatest news
🎬 Watch Now: Feature Video
બોટાદઃ ગઢડામાં BAPS સંસ્થા દ્વારા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ભવ્યતાથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે આ મહોત્સવના બીજા દિવસે સમગ્ર ગામમાં ‘વચનામૃત’ ગ્રંથની શોભાયાત્રા ગઢડા શહેરના મુખ્ય માર્ગો પર કાઢવામાં આવી હતી. પરબ્રહ્મ ભગવાન શ્રીસ્વામિનારાયણે સતત 25થી વધુ વર્ષ રહીને તેમની દિવ્ય પરાવાણીના ગ્રંથ ‘વચનામૃત’ની વિશેષ રસલહાણ પણ તેમને ગઢડામાં જ કરી હતી. તે માટે સમસ્ત ગઢપુર ગામમાં ભવ્ય ‘વચનામૃત યાત્રા’ કાઢવામાં આવી હતી. યાત્રા બોટાદ રોડ પર આવેલી PTC કોલેજથી પ્રારંભ થઈ MM હાઇસ્કૂલ ચાર રસ્તા, બોટાદ ઝાંપો, માંડવધાર રોડ થઈ સ્વામિનારાયણ નગરમાં વિરામ પામી હતી.