નડિયાદમાં બેન્ક ઓફ બરોડાના સ્થાપના દિનની ઉજવણી કરાઈ - Rally
🎬 Watch Now: Feature Video
નડિયાદ: ગુજરાતની આંતરરાષ્ટ્રીય બેન્ક એવી બેન્ક ઓફ બરોડાની 112માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે વિવિધ સેવાકીય તેમજ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ બેન્ક અંગે સામાન્ય જનતામાં જાગૃતિ આવે તે માટે રેલી યોજાઈ હતી. તેમજ શહેરની ટી.જે.પટેલ કોલેજમાં થેલેસિમિયા જાગૃતિ અને નિદાન શિબિર યોજવામાં આવી હતી. આ સાથે જ શહેરની એન. ડી. દેસાઈ હોસ્પિટલને એમ્બ્યુલન્સ માટે રૂપિયા પાંચ લાખનું દાન આપવામાં આવ્યું હતું. આ બેન્ક દ્વારા યોજાયેલા વિવિધ કાર્યક્રમ અને પ્રવૃત્તિમાં બેન્કના અધિકારીઓ સહીત કર્મચારીઓ તેમજ સ્ટાફ ઉત્સાહપૂર્વક જોડાયો હતો.