બાલાસિનોર નગરપાલિકા દ્વારા ક્વોરેન્ટાઇન વિસ્તારોમાં TCL પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો - વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6506867-718-6506867-1584882754437.jpg)
મહીસાગર: કોરોના વાઇરસને હરાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કરફ્યૂ માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. કોરોના વાઇરસની મહામારી વધુ ફેલાય નહીં અને આ મહામારીને અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સતત પગલાં ભરી રહી છે, ત્યારે બાલાસિનોરમાં બજારો અને રહેણાંક વિસ્તાર સૂમસામ જોવા મળ્યા હતા. જેથી નગરપાલિકા દ્વારા સાંકળા, ગીચ અને ક્વોરેન્ટાઇન વિસ્તારોમાં TCL પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તેમજ મીની જેટ મશીનથી TCL પાવડર મિશ્રિત પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો.