રાજકોટના પ્રાણી સંગ્રહાલયમાં પંજાબથી 'બબુન' વાનરો લવાશે - gujarati news
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ મનપા સંચાલિત પ્રદ્યુમ્નપાર્ક પ્રાણીસંગ્રહાલયમાં આગામી દિવસોમાં વિદેશમાં ખૂબ જ અગ્રિમ હરોળની વાનર પ્રજાતિ ગણાતા 'બબુન'ને લાવવાની તૈયારીઓ કરાઈ છે. પંજાબના છતબીર ઝૂમાંથી તેને લાવવામાં આવશે. જ્યારે પંજાબ પ્રાણીસંગ્રહાલયની ટીમ પણ રાજકોટના પ્રદ્યુમ્નપાર્ક ઝુમાંથી અન્ય પ્રાણીઓ પસંદ કરીને લઈને જશે. રાજકોટ ઝૂમાં હાલ બબુન માટેના પાંજરા તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઇ છે, જેને લઈને આગામી 1 માસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ થશે. જેથી આગામી દિવસોમાં રાજકોટનું પ્રાણી સંગ્રહાલય રાજ્યમાં પ્રથમ બબુન વાનરો ધરાવતું પ્રાણી સંગ્રહાલય બનશે.