પાટણમાં કોરોનાના વધતા સંક્રમણને લઇ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું - પાટણ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
પાટણઃ પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે કોરોના સામે લોકોને રક્ષણ મળે તે હેતુથી શહેરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઉકાળા વિતરણની સેવા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને તેમના મિત્ર મંડળની ટીમ દ્વારા જાહેર જનતા માટે શહેરના બગવાડા દરવાજા ખાતે ત્રણ દિવસ માટે લાઈવ આયુર્વેદિક ઉકાળાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરી અને ગ્રામીણ લોકોએ મોટી સંખ્યામાં આ ઉકાળાનું સેવન કર્યું હતું. ઉકાળા વિતરણ દરમિયાન લોકો માટે અહીં હેન્ડ સેનિટાઈઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.