ગોધરામાં સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં 'આયુર્વેદ દિવસ'ની ઉજવણી કરવામાં આવી - આયુર્વેદનું મહત્ત્વ
🎬 Watch Now: Feature Video
પંચમહાલ : પંચમહાલ જિલ્લાનાં ગોધરા નજીક આવેલા પોપટપૂરામાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ(Government Ayurveda Hospital) ખાતે આજે આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી(Ayurveda Day was celebrated) હતી. ધનતેરસને લઇને આયુર્વેદનાં પ્રણેતા ભગવાન શ્રી ધન્વન્તરિનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ(District Development Officer) ઉપસ્થિત રહ્યા હતાં અને તેમને આયુર્વેદનું મહત્ત્વ સમજાવું હતું. તેમજ આયુર્વેદિક હોસ્પિટલમાં સુવિધાઓ વધારવા અંગે પણ કહ્યું હતું. આ પ્રસંગે ICDS Program Officer હસીનાબેન મન્સૂરી, CDPO નીલાબેન ભટ્ટ, જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુનીલ બામણીયા સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.