અરવલ્લી કલેકટરે કોરોના વાઇરસને પગલે તંત્રની તૈયારી અંગે પત્રકાર પરિષદ યોજી - અરવલ્લી કલેક્ટર ન્યૂઝ
🎬 Watch Now: Feature Video

અરવલ્લીઃ જિલ્લા આરોગ્ય વિભાગે કોરોના વાઇરસને પહોંચી વળવા સઘન તૈયારીઓ કરી છે. આ અંગે લોકો સુધી માહિતી પહોંચાડવા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ તકે કલેક્ટરે જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા કોરોના વાઇરસ પ્રિવેન્શન અને દર્દીઓના ડિટેક્શન તેમજ તેની સારવાર માટે જિલ્લાનું આરોગ્ય વિભાગ તંત્ર સજ્જ છે.