અરવલ્લીના કલાકારો અને સાઉન્ડ સંચાલકોએ નવરાત્રીનું આયોજન કરવાની છૂટ આપવા અંગે આપ્યુ આવેદન - લોકડાઉન
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: કોરોના મહામારી અને લોકડાઉનને કારણે મોટાભાગના ધંધા પડી ભાંગ્યા છે. ત્યારે લગ્ન અને શુભ પ્રસંગે ગીત, સંગીત વગાડી ગુજરાન ચલાવતા કલાકારો અને સાઉન્ડ સંચાલકોની હાલત કફોડી બની છે. ત્યારે રોજગારી વિના કલાકારો મુંઝવણમાં મુકાયેલા કલાકારોએ નવરાત્રિનું આયોજન કરવા અંગે આવેદન પાઠવ્યું છે. કલાકારો અને સાઉન્ડ સિસ્ટમના સંચાલકોએ નવરાત્રિનું આયોજન સરકારની ગાઈડલાઈન મુજબ કરવાની પૂરી તૈયારી દર્શાવી છે. જો નવરાત્રિનું આયોજન થાય તો કલાકારો અને સાઉન્ડ સંચાલકોને રોજગારી મેળી શકે અને તેમની આર્થિક હાલત સુધરે એ માટે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.