રાજસ્થાનમાં ચાલી રહેલા શિક્ષક ભરતી વિવાદના પગલે અરવલ્લી પોલીસ સતર્ક - Aravalli Police
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8938285-808-8938285-1601045082206.jpg)
અરવલ્લીઃ રાજસ્થાન રાજ્યમાં આદિવાસી વિદ્યાર્થીઓનું 18 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લો રાજસ્થાન રાજ્યને અડીને આવેલો હોય જિલ્લામાં કોઇ પ્રત્યાઘાત ન પડે તે માટે જિલ્લા પોલીસ તકેદારી રાખી રહી છે. આ સંદર્ભે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે વધુ માહિતી આપી હતી. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજસ્થાન રાજ્યમાં ચાલતા આંદોલનને લઇ અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં.8 ઉપરથી વાહનો ડાયવર્ટ કરી ભીલોડા તરફ થઇ અંબજી તરફ તેમજ મેઘરજ, ઉન્ડવા થઇ વાહનો તકેદારીના ભાગરૂપે ડાયવર્ટ કરવામાં આવેલા છે અને જિલ્લામાં બીજા કોઇ પ્રત્યાઘાત ન પડે તે માટે બંદોબસ્ત તથા સતત પેટ્રોલીંગ રાખવામાં આવ્યું છે.