પ્રવાસન વિભાગ દ્વારા રાણકદેવી મહેલને જુમ્મા મસ્જિદ ગણાવતાં કેશોદ યુવા સંઘે નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું - Jumma Masjid
🎬 Watch Now: Feature Video

જૂનાગઢ : સોરઠની સંસ્કૃતિ અને ઇતિહાસ રાણી રાણકદેવી સાથે જોડાયેલ છે. ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા રાણકદેવી મહેલને જુમ્મા મસ્જિદ ગણાવતાં કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘ સહિતના આગેવાનો દ્વારા નાયબ કલેકટરને લેખિતમાં આવેદનપત્ર આપી માંગણી કરી છે કે, જૂનાગઢ ઉપરકોટમાં રાણી રાણકદેવી મહેલ સાથે જુમ્મા મસ્જિદનું બોર્ડ પ્રવાસન વિભાગ દ્વારા લગાવવામાં આવેલું છે, તે દુર કરી માત્ર ને માત્ર રાણકદેવી મહેલ દર્શાવવામાં આવે.