અંજલિ રૂપાણી અંબાજીની મુલાકાતે, માતાજીની પૂજા-અર્ચના કરી લીધા આશીર્વાદ - જિલ્લા કલેકટર આનંદ પટેલ
🎬 Watch Now: Feature Video

અંબાજીઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી આજે શુક્રવારના રોડ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં અંબાજી મંદિરે બ્રાહ્મણો અને મંદિરના વહીવટદાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. મંદિરમાં અંજલિ રૂપાણીએ માતાજીની પાવડી પૂજા સહિત કપૂર આરતી કરી માતાજીના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે કલેક્ટર આનંદ પટેલ દ્વારા તેમને યંત્ર સ્મૃતિ ચિહ્ન સ્વરૂપે ભેટ અર્પણ કરવામાં આવી હતી. મંદિરમાં દર્શન કર્યા બાદ અંજલિ રૂપાણીએ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજના આશીર્વાદ લઈ રક્ષા પોટલી બંધાવી હતી. આ સાથે જે તેમણે અંબાજી મંદિરના શિખરે ચઢાવા માટે ધજા પણ અર્પણ કરી હતી.