અમદાવાદ એકસપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી ગાંજો મળી આવ્યો - Ahmedabad Express train
🎬 Watch Now: Feature Video

વડોદરાઃ રેલવે SOG ટીમે ટ્રેનમાં ચેકીંગ કાર્યવાહી દરમિયાન પુરી અમદાવાદ ટ્રેનમાંથી અંદાજે રૂપિયા 2.64 લાખની કિંમતનો 44 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ અમદાવાદ એકસપ્રેસ ટ્રેનમાં રેલવે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં આ ટ્રેન વડોદરા નજીક પસાર થતા રેલવેના શૌચાલયના દરવાજાની બાજુમાં હેન્ડબેગ અને 3 બેકપેક્સ શંકાશપદ હાલતમાં મળી આવતા SOG પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ આ બેગની પૂછતાછ કરતા બિનવારસી મળી આવતા અને તપાસ કરતા આ બેગમાંથી ગાંજોનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ SOG પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.