કેશોદમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઈ-લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ અને શહેરી મહિલાઓના જોઈન્ટ લાઈબીલીટી અર્નિંગ એન્ડ સેવિંગ ગૃપની રચના કરી મહિલા સભ્યોને આર્થિક ઉપાર્જનની પ્રવૃતિ સાથે જોડી સ્વાવલંબી આત્મનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરવામાં આવી છે. જેનો ઈ-લોન્ચિંગ કાર્યક્રમ કેશોદની શ્રીમતી ગોદાવરીબાઈ કન્યા શાળામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ ચેરમેન ગૌતમ ગેડીયા, નગરપાલિકા ચિફ ઓફિસર પી.એ. ચાવડા, તાલુકા વિકાસ અધિકારી એ.ડી.ચાવડા, નગરપાલિકા સુપ્રીન્ટેન્ડ વિઠલાણી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.