આણંદના ત્રણોલ ગામે પશુઓના મોતના મુદ્દે અમૂલના ચેરમેને આપી પ્રતિક્રિયા
🎬 Watch Now: Feature Video
આણંદ: અમૂલ અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન રામસિંહ પરમારે આણંદ જિલ્લાના ત્રણોલ ગામે મૃત્યુ પામેલા પશુઓ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમૂલ અને જિલ્લાના પશુપાલન વિભાગના ડોક્ટરની પેનલ દ્વારા ત્રણોલ ગામના મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જે રિપોર્ટમાં સામે આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તે કાયમ સભાસદોને જણાવે છે કે, ડાંગરના પુડિયા જ્યારે વરસાદમાં પલળે છે. જે બાદ તેમાં ફૂગ આવી જતી હોય છે અને ફૂગના કારણે તે ઝેરી થઇ જાય છે. જો પશુપાલકો તેમના પશુઓને આવો કોહવાયેલો ખોરાક ખવડાવે તો આવા પ્રશ્નો ઊભા થઈ શકે છે, જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ બહાર આવશે. અમૂલ સંસ્થા હર હંમેશ પશુપાલકોના હિતમાં જ કામ કરે છે આ વાતમાં કોઈ બે મત નથી.