અમરેલી LCBએ તાંત્રિક વિધિના બહાને 24.80 લાખની છેતરપિંડી કરનારી ઠગ ટોળકીને ઝડપી લીધી - Amreli LCB nabs frod group
🎬 Watch Now: Feature Video
અમરેલી : બગસરાના પીઠડીયા ગામના ખેડૂત સાથે સંકટ દૂર કરવાના નામે તાંત્રિક વિધિના બહાને અંધશ્રદ્ધાની માયાજાળમાં ફસાવી 24.80 લાખની છેતરપિંડી આચરનારી ટોળકીને ગુરૂવારે અમરેલી LCBએ પકડી લીધી છે. આ ઠગ ટોળકી અમરેલીના ચિતલ રોડ પર આંટાફેરા મારી રહ્યા હતા. તે દરમિયાન LCBએ ઝડપી લીધા હતા. આ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ઘટનામાં સંડોવાયેલા વઘાસિયા બાપુ નામના ઇસમ સહિત 5 લોકોને પોલીસે ઝડપી લીધી છે. આ ટોળકી પાસેથી રોકડ રકમ સાથે કુલ મળીને 15.68 લાખનો મુદામાલ પણ કબ્જે કર્યો છે.