અમદાવાદમાં કડક લોકડાઉન વચ્ચે દારૂની હેરાફેરી, ઘટના CCTVમાં કેદ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ પોલીસ દ્વારા એક તરફ લોકડાઉનનું કડકપણે પાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે બુટલેગરોને જાણે મોકડું મેદાન મળ્યું હોય તેમ ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થઇ રહી છે. શહેરના મેઘાણીનગર વૉર્ડના પ્રમુખે DCP ઝોન-4 નીરજ બળગુર્જરને દારૂની હેરાફેરી થતી હોવાની CCTV સાથે રજૂઆત કરી હતી. આ CCTVમાં કલાપીનગર રોહિદાસ બસ સ્ટેન્ડ પાસે એક શખ્સ એક્ટિવા લઈને અન્ય વ્યક્તિને દારૂ આપતો દેખાઈ રહ્યો છે. આ સામગ્ર ઘટના પ્રકાશમાં આવતાં ઝોન-4ના DCPએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમના ધ્યાને આ વાત આવી છે અને તેમને તપાસના આદેશ આપ્યા છે. હાલ મેઘાણીનગર પોલીસ આ મામલે કાર્યવાહી કરી છે.