વડોદરાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આજવા ડેમ ઓવરફ્લો થતાં પાણી છોડવામાં આવ્યું - આજવા ડેમ ઓવરફ્લો
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેરના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આજવા ડેમ ઓવરફ્લો થતા પાણી છોડવામાં આવ્યું હતું. વડોદરા નજીક આવેલું જાંબુવા ગામ પાણીને કારણે બેટમાં ફેરવાઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસથી ગ્રામજનો મગરના ભય વચ્ચે જીવન ગુજારવા મજબુર બન્યા છે. બીજી તરફ વિશ્વામિત્રી નદીની સપાટી વધીને બપોરે 18.50 ફૂટ થઇ ગઇ હતી અને આજવા ડેમની સપાટી વધીને 212.20 ફુટે પહોંચતા ડેમ ઓવરફલો થયો હતો. જેને પગલે ડેમમાંથી પાણી છોડવામાં આવતા કેલનપુર ઢાઢર નદીમાં થઈને શહેર નજીક આવેલા જાંબુવા ગામમાં વરસાદી પાણી ફરી વળતા સમગ્ર જાંબુઆ ગામ જળબંબાકાર બની ગયું છે.