અમદાવાદના વાતાવરણમાં પલ્ટો, મેઘરાજાનું પુનઃ આગમન - Ahmedabad weather changes
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ગાંધીનગર સ્થિત હવામાન વિભાગની કચેરી દ્વારા કોઇપણ સૂચના કે જાહેરાત કરવામાં આવી ન હતી, તેમ છતાં અમદાવાદમાં ધૂળિયા વાતાવરણ તેમજ વંટોળ સાથે વરસાદ તૂટી પડયો હતો.અમદાવાદમાં આવેલા શાળા છુટવાના સમયે વરસાદ આવવાના કારણે બાળકોને લઈને આવતા જતા બહેનો પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. તેમજ છેલ્લા એક અઠવાડિયાથી નવરાત્રિમાં બિલકુલ વરસાદ ન આવવાના કારણે શહેરીજનોએ પોતાના રેઇનકોટ અને છત્રી તોપણ વાળીને મૂકી દીધી હતી, ત્યારે આજે અચાનક જ વરસાદ આવી પડયો હતો.