વડોદરા સાવલીની એપીએમસીમાં કૃષિમેળો યોજાયો - ધારાસભ્ય કેતન ઇનામદાર
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ સાવલીની એપીએમસી(ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ)ના પ્રાંગણમાં એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી દ્વારા કૃષિમેળો 2019-20નું આયોજન સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતામાં થયુ હતું. જેમાં ખેતી વૈજ્ઞાનિક અનુભવી ખેડૂતોએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સસ્તી અને નફાકારક ખેતી અને પશુપાલન વિષયે સાવલી ડેસર તાલુકાના ખેડૂતોને માર્ગદર્શન આપી માહિતગાર કર્યા હતા આ કૃષિમેળામાં ખેતીઉપયોગી દવા અને સંસાધનના વિવિદ્ય સ્ટોલ પણ લગાવ્યા હતા. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારએ પ્રાસંગિક પ્રવચનમાં ધરતીપુત્ર ખેડૂતને સાહસ વીર તરીકે બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી ઝવેરી અને ખેતી નિષ્ણાત અધિકારીઓએ સરકાર ન ખેતીવિષયક વિવિધ યોજનાઓથી ખેડૂતોને મળતા લાભો માટે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ ઇલાબેન, તાલુકા વિકાસ અધિકારી મહેશભાઈ રબારી, એપીએમસીના સભ્યો હોદ્દેદારો તેમજ સાવલી ડેસર તાલુકાના ખેડૂતો ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.