લીલી પરિક્રમા પૂર્ણ કરીને માનવ મહેરામણ પહોંચ્યું ભવનાથ તરફ - The completion of the green rotation of the cavity is approaching
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5023848-thumbnail-3x2-jnd.jpg)
જૂનાગઢ: ગરવા ગિરનારની લીલી પરિક્રમા બસ પૂર્ણ થવાને આરે પહોંચી છે ત્યારે બોરદેવીથી ભવનાથ તરફ પદયાત્રીઓનો સંઘ રવાના થયો હતો. બોરદેવીને પરિક્રમાનો અંતિમ પડાવ માનવામાં આવે છે. અહીંથી રવાના થયેલા પદયાત્રીઓ ભવનાથ મહાદેવના દર્શન કરીને તેની પાવનકારી લીલી પરિક્રમાને પૂર્ણાહુતિ આપતા હોય છે. ત્યારે ભવનાથ મહાદેવ વિસ્તારમાં પરિક્રમા પૂર્ણ કરીને પરત ફરેલા પદયાત્રીનો માનવ મહેરામણ ઉમટ્યું હતું. જે દ્રશ્યો પરિક્રમા રૂટમાં જોવા મળતા હતા. તેવા જ દ્રશ્યો ભવનાથ મહાદેવ વિસ્તારમાં પણ જોવા મળી રહ્યા હતા. હજુ મોટાભાગના પદયાત્રીઓ તેમની પરિક્રમા પૂર્ણ કરીને ભવનાથ તરફ પ્રયાણ કરશે.