SOUના જંગલ સફારી પાર્કમાં ગરમીથી બચવા પ્રાણીઓ માટે AC મુકવામાં આવ્યા
🎬 Watch Now: Feature Video
નર્મદા: જિલ્લામાં હાલ ઉનાળામાં 41થી 42 ડિગ્રી તાપમાન રહેતા SOU(સ્ટેચ્યુ ઓફ યુનિટી)માં બનાવેલા વિશ્વના સૌથી મોટા જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓ અને પશુપક્ષીઓ માટે ગરમી થી બચવા ખાસ સુવિધા કરવામાં આવી છે. ઉનાળાની ગરમી વચ્ચે વિદેશી પ્રાણીઓને રક્ષણ આપવા AC અને કુલર સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને સતત ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સાથે જ કોરોના મહામારીને લઈને ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. ઉપરાંત ભારતીય અને વિદેશી તમામ પ્રાણી પક્ષીઓની ખાસ દેખરેખ રખાઈ રહી છે. આખો વિસ્તાર સેનિટાઇઝ કરવામાં આવે છે અને બહારથી આવતા લોકોને પણ સેનિટાઇઝ કરવામાં આવે છે. તમામ પ્રાણીઓનું રોજ ટેમ્પરેચર માપવામાં આવે છે સાથે ઠંડા પ્રદેશના પ્રાણીઓને માટે 20 જેટલા AC અને 50 જેટલા કુલર લગાવામાં આવ્યા છે. આ સાથે પાણીનો છંટકાવ પણ નિયમિત થાય છે, ત્યારે આ જંગલ સફારી પાર્કમાં હાલ તમામ પ્રાણીઓ સુરક્ષિત છે.