ધાંગ્રધ્રામાં હત્યાના કેસનો આરોપી હથિયાર સાથે ઝડપાયો - The notorious accused was caught with a weapon

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 2, 2020, 2:45 AM IST

સુરેન્દ્રનગરઃ જિલ્લાના ધાંગધામાં વર્ષ 2012માં ચકચારી હત્યા કેસ પોપટ ભરવાડ હત્યા કેસના કુખ્યાત આરોપી પરેશ રબારી કે જે વર્ષ 2019થી પેરોલ જમ્પ કરી ભાગતો ફરતો હતો, તેને પકડવા એલ.સી.બી ટીમ અને પેરોલ ફ્લો ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં ચોક્કસ બાતમીના આધારે હળવદના એક રહેણાંક મકાનમાંથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી પોલીસે એક પિસ્તોલ અને એક બાઈક પણ કબજે કરી હતી. આરોપીએ પેરોલ જમ્પ કરી અલગ અલગ ગુનાઓને અંજામ આપ્યા હતા. જેમાં ધ્રાંગધ્રામાં પાંચ અને લખતરમાં એક ગુનો નોંધાયો છે. જેમાં મારામારી, ધમકી સહિતના ગુનાઓ આરોપીએ આચરેલા હતા. આરોપી ધ્રાંગધ્રાની જેલમાં સજા કાપતો હતો. વર્ષ 2019માં 8 દિવસના પેરોલ મળતા જેલમાંથી છૂટ્યા બાદ પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.