મોરબીમાં યુવાનની હત્યાનો આરોપી ગણતરીની કલાકોમાં જ ઝડપાયો - gujarat police
🎬 Watch Now: Feature Video

મોરબી: શહેરની ઘાંચી શેરીના રહેવાસી અનીશ રફીકભાઈ પીઠડીયાને ઘર પાસે બાઈક રાખવા બાબતે આરોપી જાબીર સીદીક પીલુડીયા સાથે બોલાચાલી થઇ હતી. જે બનાવમાં આરોપી જાબીર પીલુડીયાએ ઉશ્કેરાઈ જઈને અનીશ પર છરીના ઘા માર્યા હતા. આ બનાવ બાદ આરોપી ઘટના સ્થળ પરથી નાસી ગયો હતો. જે સમગ્ર બનાવ મામલે DYSP રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ A ડીવીઝન, LCB અને SOG ટીમે તપાસ હાથ ધરી હતી. હત્યાનો ગુનો નોંધી હત્યાના બનાવની તપાસ A ડીવીઝન ઇન્ચાર્જ PI જે.એમ.આલને સોપવામાં આવી હોય જેમાં પોલીસની ટીમે આરોપીને રાજપર ચોકડી પાસેથી ઝડપી લઇ અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.