વડોદરા સાવલી ટીંબા રોડ પર કાર ચાલકે યુવકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો - ટીંબા રોડ પર કાર ચાલકે યુવકને અડફેટે લીધો
🎬 Watch Now: Feature Video

વડોદરા : સાવલી ટીંબા રોડ પર આવેલ રાસાવાડી ગામ ખાતે રહેતો 25 વર્ષીય અમિત ચાવડા બસસ્ટેન્ડ પર કામ અર્થે ઉભો હતો. તેવામાં ટીંબા તરફથી વડોદરા તરફ જઈ રહેલી એક કારના ચાલકે તેને પાછળથી અડફેટે લીધા બાદ સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર રોડ નીચે ઉતરી ઝાડ સાથે ભટકાઈ હતી. આ અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકટોળાં ઉમટી પડ્યા હતા. આ બનાવની જાણ સ્થાનિક પોલીસને થતાં તે સ્થળ પર દોડી આવી હતી. તેમજ ઈજાગ્રસ્ત યુવાનને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ગામના સરપંચના પતિ દશરથસિંહએ કારચાલક દારૂ પીધેલી હાલતમાં હતો, તેવા આક્ષેપ કર્યા હતા. પોલીસે કારચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.