કપડવંજ પાસે ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત, 1નું મોત-2ઈજાગ્રસ્ત - ખેડામાં અકસ્માત
🎬 Watch Now: Feature Video

ખેડાઃ કપડવંજ પાસે ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલસ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કપડવંજ મોડાસા રોડ પર સામસામે આવી રહેલ આઈસર અને ટેમ્પો અથડાતા અકસ્માત થયો હતો.