જામનગરના ગુલાબનગર પાસે વાનમાં આગ લાગી - જામનગરના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7057137-1089-7057137-1588591309898.jpg)
જામનગર: હાલ લોકડાઉન 3.0 ચાલી રહ્યું છે, ત્યારે રસ્તા પર વાહનોની અવર-જવર ઓછી જોવા મળતી હોય છે. એવામાં શહેરના ગુલાબનગર પાસે આવેલા પ્રમુખ સ્વામી ઓવરબ્રિજ પર વાનમાં એકાએક આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર ટીમના પહોંચ્યા પહેલાં સમગ્ર વનમાં આગ પ્રસરી ગઇ હતી. વાનમાં આગ લાગવાથી ડ્રાઇવર સમય સૂચકતા જોઈને વાન માંથી નીચે ઉતરી ગયો હતો. જેથી જાનમાલને નુકસાન થયું નથી.