જગતના તાત માથે ચિંતાના વાદળ ઘેરાયા - સાબરકાંઠામાં ભારે વારસાદ
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠાઃ મોટાભાગના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ યથાવત રહેતા જીલ્લાના તમામ જળાશયોમાં પાણીની નવી આવક નોંધાય છે. જોકે વરસાદ યથાવત રહેતા મગફળી તેમજ કપાસના પાકમાં હવે નુકસાનનો ભય ઉભો થયો છે. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ઇડર વડાલી તાલુકાઓને બાદ કરતાં તમામ તાલુકાઓમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે તેમજ ઇડર તેમજ વડાલીમાં પણ આજે સવારથી ભારે વરસાદના પગલે સો ટકા વરસાદ થવાની પૂરી સંભાવના છે