મહીસાગર: ખાનપુર તાલુકાના નેસડા ગામ પાસે ગાય ભરેલો ટેમ્પો ઝડપાયો - Cows were taken to the abattoir in Khanpur taluka of Mahisagar

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 7, 2020, 7:20 PM IST

મહીસાગર: જિલ્લાના ખાનપુર તાલુકાના નેસડા ગામ પાસે ગાય ભરેલો ટેમ્પો ગ્રામજનો દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. ટેમ્પામાં લસણની ગુણોની નીચે છ જેટલી ગાય છુપાવી રાજસ્થાનથી ગુજરાતમાં કતલખાનામાં લઇ જવામાં આવી રહી હતી. ટેમ્પો ગુજરાતમાં પ્રવેશ્યા બાદ તેમાં પંચર પડ્યું હતું. તે દરમિયાન ગ્રામજનો ટેમ્પા ચાલકની મદદે આવ્યા હતા. દરમિયાન ડ્રાઈવર અને ક્લિનર પર શંકા જતા પૂછપરછ કરી હતી. પરંતુ ડ્રાઇવર અને ક્લિનર ટેમ્પોનું પેટ્રોલીંગ કરતી ગાડીમાં બેસીને ફરાર થઇ ગયા હતા. ગ્રામજનો દ્વારા ટેમ્પોની તપાસ કરતા તેમાંથી લસણની ગુણીઓ નીચે પગ બાંધેલી હાલતમાં છ ગાય મળી આવી હતી. આ અંગે ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.