પંચમહાલમાં બ્રહ્મ સમાજનાં યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું - સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર
🎬 Watch Now: Feature Video
પંચમહાલ: જિલ્લાના શ્રીગૌડ બ્રાહ્મણ પંચ દ્વારા મહાલક્ષ્મી મંદિર શહેરા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજને આવરી લઈ સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 40 જેટલા બટુકોને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંતરામ મંદિર ઉમરેઠના મહંત ગણેશદાસજી મહારાજ, ગુજરાત રાજ્ય શ્રીગૌડ બ્રાહ્મણ સમાજના પ્રમુખ કમલેશભાઈ પાઠક, ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ અને શહેરા બ્રાહ્મણ પંચના પ્રમુખ જીગ્નેશભાઈ પાઠકે તમામ બટુકોને આશીર્વાદ પાઠવ્યા હતા.