'મહા' વાવાઝોડાને પગલે NDRFની એક ટીમ મોરબી ખાતે સ્ટેન્ડ બાય રખાઇ - મોરબી જિલ્લા કલેક્ટર
🎬 Watch Now: Feature Video

મોરબી: જિલ્લામાં 'મહા' વાવઝોડાની આગાહીને પગલે તંત્ર સાબદુ બની ગયું છે તથા 'મહા'થી બચવા માટે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા છે. જેને લઇને મોરબી જિલ્લામાં બચાવની કામગીરી કરવા માટે NDRFની 1 ટીમ ફાળવવામાં આવી છે. તે દરમિયાન જિલ્લા કલેક્ટરે NDRFની ટીમની મુલાકાત લીધી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.