પાટણમાં મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો - latest news of Hemchandracharya North Gujarat University
🎬 Watch Now: Feature Video

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે GIDC ચેરમેન બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. જેમાં પાટણ જિલ્લાની 15 જેટલી કૉલેજોમાં વિવિધ પ્રવાહોના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીના કેમેસ્ટ્રી, મેથેમેટિક અને લાઇફ સાયન્સ વિભાગમાં વિવિધ ક્ષેત્રની 43 જેટલી કંપનીઓ દ્વારા ખાલી પડેલી 700 જેટલી જગ્યાઓમાં રોજગારીની તકો પૂરી પાડવા રજીસ્ટ્રેશન કરાયેલા 800થી વધુ વિદ્યાર્થીઓની ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે પૈકી 200થી વધુ વિદ્યાર્થીઓની નોકરી માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ જિલ્લા સંગઠન પ્રમુખ મોહનભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી. કે .પારેખ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા સહિત જિલ્લાની વિવિધ કોલેજના આચાર્યો અને અધ્યાપકો વિવિધ ક્ષેત્રની કંપનીઓના મેનેજરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.