જામનગરમાં કલેકટર રવિશંકરના અધ્યક્ષસ્થાને કોવિડ-19 અંગે બેઠક યોજાઇ - Collector Ravi Shankar
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7357605-243-7357605-1590502330296.jpg)
જામનગર: કલેકટર કચેરી ખાતે કલેકટર રવિશંકરના કોવિડ-19ના અનુસંધાને બેઠક યોજાઇ હતી. જેમાં હાલમાં જામનગર જિલ્લામાં અને ખાસ ગ્રામ્ય વિસ્તારમાં અન્ય જિલ્લા અને રાજ્યમાંથી આવેલા લોકોને કોરોન્ટાઇન અંગે તેમજ વધતા જતા પોઝિટિવ કેસ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, જામનગર મ્યુનિસિપલ કમિશનર સતિશ પટેલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વસ્તાણી, જી.જી. હોસ્પિટલ ડીન નંદીની દેસાઇ, કોરોના નોડલ અધિકારી ડૉ. એસ.એસ.ચેટરજી વગેરે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.