રાજકોટ :- કાગવડ ખોડલધામ ખાતે ચેરમેન નરેશભાઈ પટેલની અઘ્યક્ષતામાં સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાનોની બેઠક યોજાઇ - khodaldham Chairman Nareshbhai Patel
🎬 Watch Now: Feature Video
રાજકોટ જિલ્લાના કાગવડ ખોડલધામ ખાતે સૌરાષ્ટ્રના ભાજપ તથા કોંગ્રેસના પાટીદાર આગેવાનોની ખોડલધામના રંગમંચ ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં પાટીદાર આગેવાનો ગોરધન ઝડફિયા, જયેશ રાદડિયા, નરેશભાઈ પટેલ, પરેશ ધાનાણી, વિરજીભાઈ ઠુંમર, લલિત વસોયા અને હર્ષદ રિબડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેને નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ કોઈ રાજકીય બેઠક ન હતી. માત્ર સમાજલક્ષી કાર્યો માટે મિટિંગ મળી હતી.