ગોંડલમાં જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં મેડિકલ સંચાલકોની મિટિંગ યોજાઈ - latest news of gondal
🎬 Watch Now: Feature Video

રાજકોટ: જિલ્લાના ગોંડલમાં સતત વધતા જતા કોરોનાના કેસને લઈને રાજકોટ આસિસ્ટન્ટ કલેકટર દીપેશ કેડીયા, રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી મિતેષ ભંડેરી, ગોંડલ આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં શનિવારના રોજ ગોંડલ મામલતદાર કચેરી ખાતે મેડિકલ એસોસિએશનના સંચાલકોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં જણાવવામાં આવ્યું કે, મેડિકલ સ્ટોરમાં કોઈ દર્દીઓ શરદી, ઉધરસ કે, તાવની દવા લેવા માટે આવે તો તેમનું નામ, મોબાઈલ નંબર અને એડ્રેસ લખવું ફરજીયાત રહેશે. જેથી કરીને આરોગ્ય વિભાગની ટીમ તેમના ઘરે જઈને સર્વે કરીને કોરોના સંક્રમણને અટકાવી શકે, ત્યારે ગોંડલ મેડિકલ એસોસિએશનના સંચાલકો દ્વારા આ નિયમનું પાલન કરાશે તેમ કહેવામાં આવ્યું છે.