બાલાસિનોરમાં પેટ્રોલ પંપ પર મારુતિ વાનમાં આગ લાગી - latest news of balasinor
🎬 Watch Now: Feature Video
મહીસાગરઃ જિલ્લાના બાલાસિનોર બસ સ્ટેન્ડ પાસે આવેલા પેટ્રોલ પંપ પર શનિવારે એક મારૂતિ વાનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. વાનમાં પેટ્રોલ ભરાવતી વખતે વાનમાં કોઈ કારણસર આગ લગતા નાસભાગ મચી જવા પામી હતી. સ્થળ પરના લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની મદદ લીધી હતી. થોડા સમય બાદ કારમાં ધડાકા ભેર અવાજ સાથે કાર ભડકે બળવાનું શરૂ થતા પોલીસે પેટ્રોલ પંપની આસપાસ પાર્કિંગ વાહનોને ખસેડવા તેમજ લોકોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનમાલને નુકસાન થયું ન હતું.