હળવદમાં CAAના સમર્થનમાં વિશાળ મૌન રેલી યોજાઈ - હળવદના સમાચાર
🎬 Watch Now: Feature Video
મોરબી: હળવદ ખાતે સંવિધાન બચાવો મંચ દ્વારા CAAના સમર્થનમાં વિશાળ મૌન રેલી યોજવામાં આવી હતી. જે શહેરના વિવધ વિસ્તારોમાં ફરી હતી. આ રેલીમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપકદાસજી મહારાજ, પ્રભુચરણ બાપુ, મકાસરી મંદિરના મહંત દયાલગીરી મહારાજ, રંગીલા હનુમાનજી મંદિરના મહંત પરસોત્તમ પુરી બાપુ, શ્રી હરિકૃષ્ણ ધામ રણજીતગઢના પૂજ્ય સંતો સહિત સામાજિક રાજકીય શૈક્ષણિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.