અંબાજીની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં યોજાયો સ્વચ્છતા કાર્યક્રમ - clean india program
🎬 Watch Now: Feature Video
અંબાજીઃ ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ભારત કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ અભિયાન સંદર્ભે યાત્રાધામ અંબાજી ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, તાલુકા બ્રાંન્ચ તથા ઓલ ગ્લોબલ સર્વિસીસ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ તેમજ ઓલ ગ્લોબલ સર્વિસીસના કર્મચારીઓ દ્વારા શાળા સંકુલની સફાઈ કરી કચરો એકત્રીત કરાયો હતો. જોકે આ બાબતે શાળાના આચાર્યે જણાવ્યું હતું કે, શાળામાં સ્વચ્છતાના પાઠ ચોપડીમાંથી નહીં પણ આ રીતે કાર્યક્રમ યોજીને પ્રેક્ટીકલી યોજી નાનપણથી જ સ્વચ્છતા અંગે જાગૃતિ આપવામાં આવે તો, પોતાના શૈક્ષણીક સંકુલમાં જ નહિં, પરંતુ શેરી મહોલ્લામાં પણ સ્વચ્છતાનો સંદેશો પહોંચાડી શકે છે.