ડીસામાં ગણેશજી અને શ્રી કૃષ્ણની વિશાળ શોભાયાત્રા કઢાઈ - gujarati news
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ બનાસ નદીને કિનારે વસેલ ડીસા શહેરનો ઈતિહાસ 200 વર્ષ જૂનો છે. આ શહેરની સ્થાપના બાદ શહેરોમાં અનેક મંદિરો બનાવવામાં આવ્યા હતા. તેમાં ડીસાના ગાંધી ચોક નજીક રામજી મંદિરની સ્થાપના કરાઈ હતી, જે આજે પણ લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરમાં દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણની ભાદરવા સુદ અગિયારસના દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. ત્યારે જલજીલણી એકાદશી નિમિત્તે છેલ્લા 70 વર્ષથી નીકળતી આ શોભાયાત્રામાં ડીસા સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર દર્શન માટે ઉમટી પડે છે. શહેરના માર્ગો પરથી ભગવાનને પાલખીમાં બેસાડી નગર ચર્ચાએ લઈ જવામાં આવે છે. ત્યારબાદ નદીમાં સ્નાન કરાવ્યા બાદ જ નિજમંદિરે પરત લાવવામાં આવે છે, પરંતુ ડીસામાં આ વખતે નદીઓ સુકાઈ જતાં હવે ભગવાનને ખેતરમાં લઇ જઇ શુદ્ધ જળથી સ્નાન કરાવવામાં આવે છે.