વડોદરામાં ધીરધાર વિભાગનો વર્ગ-3નો કર્મચારી લાંચ લેતા ઝડપાયો - A Class-3 employee was caught taking bribe
🎬 Watch Now: Feature Video
વડોદરા : ધીરધારનું લાયસન્સ લેવા માટે રૂપિયા 60 હજારની લાંચ લેતા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના ધીરધાર વિભાગના વર્ગ-3ના કર્મચારીને વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જેમાં અરજદાર દિલીપભાઇ મકવાણાએ રજિસ્ટાર કચેરીના કર્મચારી વિપુલ ગાંધીએ લાયસન્સ કાઢી આપવા માટે કરેલી લાંચની માંગણીનું સ્ટીંગ કરી લીધું હતું. જેમાં ACBએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે તેઓના ઘરે મોડી રાત્રે સર્ચની પણ કાર્યવાહી હાથ ધરી હતી.