મોરબીમાં જૈન ધર્મના જયદર્શન મુનિની 30મી દીક્ષા તિથિની ઉજવણી - morbi latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 14, 2020, 11:45 AM IST

Updated : Mar 14, 2020, 12:23 PM IST

મોરબીઃ શહેરમાં જૈન ધર્મના જયદર્શન મુનિની 30મી દીક્ષા તિથિની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન આ જૈન મુનિની નિશ્રામાં શ્રદ્ધાળુઓએ 18 કરોડ નવકાર જાપ કર્યા હતા. જૈન ધર્મના જયદર્શન મુનિ વિહાર કરતા કરતા મોરબી આવી પહોંચ્યા હતા અને આ જૈન મુનિએ મોરબીમાં 27 દિવસ સુધી રોકાણ કર્યું હતું. આ દરમિયાન જૈન મુનિની 30મી દીક્ષા તિથિની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. મોરબીમાં તેમણે 27 દિવસના રોકાણ દરમિયાન 18 કરોડ નવકાર મંત્ર જાપ કરાવ્યા હતા. આ નવકાર મંત્ર જાપમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આ જૈન મુની પગપાળા વિહાર કરે છે અને એ દરમિયાન અત્યાર સુધીમાં 28 વર્ષોમાં 28 હજારથી વધુ આરાધકોને 27 અબજથી વધુ નવકાર મંત્ર જાપ કરાવ્યા છે. તેઓ જ્યાં જ્યાં વિહાર કરવા જાય છે ત્યાં ત્યાં આ નવકાર મંત્ર જાપ કરાવે છે. તેમનો 36 અબજ નવકાર મંત્ર જાપ કરાવવાનો દ્રઢ સંકલ્પ છે.
Last Updated : Mar 14, 2020, 12:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.